HomeMorbiવાંકાનેરમાં બુટલેગરો સામે કડક કાર્યવાહી: બે ઇસમો પાસા કાયદા હેઠળ જેલ હવાલે

વાંકાનેરમાં બુટલેગરો સામે કડક કાર્યવાહી: બે ઇસમો પાસા કાયદા હેઠળ જેલ હવાલે

વાંકાનેર વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા બુટલેગરો સામે પોલીસ દ્વારા કડક પગલા લેવામાં આવ્યા છે. વારંવાર ગેરકાયદેસર દારૂના કારોબારમાં સંડોવાતા બે ઇસમોને પાસા (PASA) કાયદા હેઠળ અટક કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે.

વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે આરોપીઓ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી નાયબ પોલીસ અધિક્ષક, વાંકાનેર વિભાગ તથા મોરબી પોલીસ અધિક્ષક મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરને મોકલી હતી. ગેરકાયદેસર પ્રવૃત્તિની ગંભીરતા ધ્યાનમાં લઈ જિલ્લા પ્રશાસને બંને વિરુદ્ધ પાસા વોરંટ જારી કર્યા હતા.જેથી આરોપી (૧) દીપાલ મુકેશભાઈ સંખેસરીયા (ઉ.વ. 22), રહે. વાંકાનેર, હરસિદ્ધી હોટલ બાજુ, જી. મોરબી (૨) ઇન્દ્રજીત રાજુભાઈ ગોસ્વામી (ઉ.વ. 23), રહે. કેરાળા, તા. વાંકાનેર, જી. મોરબીવાળા પે પાસા વોરંટ હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યા છે. પાસા વોરંટ જારી થયા બાદ પોલીસ સર્વેલન્સ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન વોચ રાખી ખાનગી બાતમીના આધારે બંનેને ઝડપી પાડ્યા હતા. કાનૂની કાર્યવાહી પૂર્ણ કરી દીપાલ સંખેસરીયાને ભાવનગર મધ્યસ્થ જેલ અને ઇન્દ્રજીત ગોસ્વામીને જુનાગઢ મધ્યસ્થ જેલ ખાતે મોકલવાની તજવીજ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular