HomeMorbiરંગપર (બેલા)માં હ્રદયદ્રાવક બનાવ: ખેત તલાવડીમાં ડૂબી જતા ૧ વર્ષની માસૂમ બાળકીનું...
રંગપર (બેલા)માં હ્રદયદ્રાવક બનાવ: ખેત તલાવડીમાં ડૂબી જતા ૧ વર્ષની માસૂમ બાળકીનું કરુણ મોત
મોરબી તાલુકાના રંગપર (બેલા) ગામે હ્રદયવિદારક બનાવ સામે આવ્યો છે. ગામની સીમમાં આવેલ ખેત તલાવડી પાસે રમતી એક વર્ષની માસૂમ બાળકી અચાનક પાણીમાં પડી જતા ડૂબી જવાથી તેનું દુઃખદ મોત નિપજ્યું હતું.
આ અંગે મળતી માહિતી મુજબ રંગપર (બેલા) ગામે રહેતા મુકેશભાઈ માળીની એક વર્ષની દિકરી મીરાબેન ખેત તલાવડી પાસે રમતી હતી. દરમિયાન રમતા રમતા અચાનક પગ લપસતા તે પાણીમાં પડી ગઈ હતી. પરિવારજનોને જાણ થતા તાત્કાલિક શોધખોળ હાથ ધરાઈ હતી, પરંતુ બાળકીનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું. આ બનાવને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સમગ્ર ગામમાં પણ દુઃખની લાગણી ફેલાઈ છે. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.