HomeMorbiવાંકાનેરના જામસર ગામની સીમમાંથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપાઈ; એક ઈસમની કરાઈ...
વાંકાનેરના જામસર ગામની સીમમાંથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપાઈ; એક ઈસમની કરાઈ ધરપકડ
વાંકાનેરના તાલુકાના જામસર ગામની સીમમા આવેલ પ્રાથમીક શાળા પાસે આવેલ આરોપીની કબ્જા ભોગવટા વાળી વાડીમા દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીમાથી દેશી દારૂના જથ્થા સહીત કિ રૂ.૧૩,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે ઝડપી પાડયો છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફ દ્વારા વાંકાનેર તાલુકાના જામસર ચોકડીથી જામસર ગામ તરફ જતા રસ્તે આવેલ પ્રાથમીક શાળા પાસે આવેલ આરોપીની કબ્જા ભોગવટા વાળી વાડીમા દેશી દારૂ બનાવવાનો ગરમ આથો લીટર-૧૦૦ કિ.રૂ.૨૫૦૦/- તથા ઠંડો આથો લીટર-૩૦૦ કિ.રૂ.૭૫૦૦/- તથા દેશી દારૂ લીટર-૧૫ કી.રૂ.૩૦૦૦/- મળી કુલ કી.રૂ.૧૩,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમ દસરથભાઈ ઉર્ફે સવજીભાઈ લાલજીભાઈ શીહોરા રહે. જામસર તા. વાંકાનેરવાળાને પકડી પાડી આરોપી વિરૂદ્ધ પ્રોહી. એક્ટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે. તેમજ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમેને પ્રોહી ધારાનો કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.