HomeMorbiમોરબીમાં પશુ સંરક્ષણ અધિનિયમના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો: એલસીબી અને પેરોલ-ફર્લો સ્કવોડની...

મોરબીમાં પશુ સંરક્ષણ અધિનિયમના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો: એલસીબી અને પેરોલ-ફર્લો સ્કવોડની સંયુક્ત કાર્યવાહી

મોરબી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પશુ સંરક્ષણ અધિનિયમના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને મોરબી એલ.સી.બી. તથા પેરોલ-ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડ્યો છે.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મોરબી એલસીબી અને પેરોલ-ફર્લો સ્કવોડના સ્ટાફને ખાનગી બાતમી મળી હતી કે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 298(5), 54 તેમજ પશુ સંરક્ષણ અધિનિયમ કલમ 6(1) અને 8(4) મુજબ નોંધાયેલા ગુનામાં ફરાર આરોપી સીકંદર ગફાર સંધવાણી (રહે. માળીયા મિયાણા, વાડા વિસ્તાર, જૂના રેલવે સ્ટેશન પાસે, તા. માળીયા મિયાણા, જી. મોરબી) હાલ માળીયા મિયાણા ખાતે વાગડીયા ઝાપા પાસે રોડ ઉપર જોવા મળ્યો છે. આ બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ફરાર આરોપી સીકંદર ગફાર સંધવાણી મળી આવતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીને કબજે લઇ વધુ કાયદેસરની કાર્યવાહી માટે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી દીધો હોવાનું જાણવા મળ્યું છે.

RELATED ARTICLES

Most Popular