HomeMorbiપ્રોહીબિશનના ગુનામાં ફરાર આરોપી મોરબીમાંથી ઝડપાયો: સીટી એ-ડિવિઝન પોલીસની કાર્યવાહી
પ્રોહીબિશનના ગુનામાં ફરાર આરોપી મોરબીમાંથી ઝડપાયો: સીટી એ-ડિવિઝન પોલીસની કાર્યવાહી
પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં મોરબી સીટી એ-ડિવિઝન પોલીસને સફળતા મળી છે.
મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના નાની મોલડી (આણંદપુર) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબિશનના ગુનામાં ફરાર આરોપીને મોરબીમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને મળેલી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપી ઇમરાન મામદભાઈ પલેજા (ઉંમર 35) રહે. મોરબી કાલીકાપ્લોટ, જલાલચોક વિસ્તારમાંથી મળી આવ્યો હતો. પોલીસે આરોપીને કાયદેસરની કાર્યવાહી હેઠળ કબજામાં લઈ નાની મોલડી (આણંદપુર) પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરી છે.