HomeMorbiમોરબીના ટીંબડીમાં બાળકની બાબતે બબાલ: ચાર શખ્સોએ મહિલાને લાકડીથી માર મારતાં ફરીયાદ...

મોરબીના ટીંબડીમાં બાળકની બાબતે બબાલ: ચાર શખ્સોએ મહિલાને લાકડીથી માર મારતાં ફરીયાદ નોંધાઈ

મોરબી તાલુકાના ટીંબડી ગામે બાળકની બાબતે થયેલી બોલાચાલી મારામારીમાં ફેરવાતા મહિલાને લાકડી વડે માર મારવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે ગુનો નોંધાયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ટીબડી ગામે આવેલ શ્રી હરી સોસાયટીમાં રહેતા પાયલબેન જીગ્નેશભાઈ સાધુ (ઉ.વ.35) એ આરોપી સંતોષભાઈ પાંડે, રાણીબેન સંતોષભાઈ પાંડે, નિકીબેન સંતોષભાઈ પાંડે તથા એન્ઝલબેન સંતોષભાઈ પાંડે રહે. બધા શ્રી હરિ સોસાયટી ટીંબડી ગામ મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનો નાનો દિકરો રૂદ્ર તોફાન કરતો હોય જેથી બાથરૂમમાં પુરેલ હોય જેનો ખાર રાખી આરોપીઓએ બોલાચાલી કરી ફરીયાદીને લાકડી વડે મારમારી ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular