HomeMorbiહળવદ નજીક કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: બે યુવકો પોલીસના જાળમાં

હળવદ નજીક કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: બે યુવકો પોલીસના જાળમાં

હળવદ નજીક પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ કારની તપાસ કરતાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા બે યુવકોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે કુલ રૂ.૨.૨૪ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસ ટાઉનબીટ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે વેગડવાવ ફાટક પાસે ઈશનપુર રોડ ઉપર એક શંકાસ્પદ કારને રોકી તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન હુંડાઇ કંપનીની આઇ-૨૦ કાર નં. GJ-01-KB -5656માંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કારમાંથી કિંગફિશર એક્સટ્રા સુપર સ્ટ્રોંગ પ્રીમિયમ બીયરના ૫૦૦ એમ.એલ.ના ૨૪ ટીન (રૂ.૪, ૮૦૦), માઉન્ટન ૬૦૦૦ ઓરીજનલ સુપર સ્ટ્રોંગ બીયરના ૭૨ ટીન (રૂ.૧૪,૪૦૦) અને ગોવા વ્હિસ્કીની ૧૮૦ એમ.એલ.ની ૫૦ બોટલ (રૂ.૫,૦૦૦) મળી કુલ રૂ.૨૪,૨૦૦નો દારૂ મળી આવ્યો હતો. ઉપરાંત રૂ.૨,૦૦, ૦૦૦ કિંમતની કાર સાથે કુલ રૂ.૨,૨૪, ૨૦૦નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. આ મામલે આરોપી ધ્રુવ ઠાકરશીભાઈ પરમાર (ઉ.વ.૧૯) અને ધ્રુમિત જયંતિભાઈ સોનાગ્રા (ઉ.વ.૧૯), બંને રહે. સ્વામિનારાયણ નગર, હળવદને ઝડપી પાડી તેમની સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular