HomeMorbiહળવદમાં દારૂબંધી વચ્ચે બીયરના 300થી વધુ ટીન સાથે બે ઝડપાયા

હળવદમાં દારૂબંધી વચ્ચે બીયરના 300થી વધુ ટીન સાથે બે ઝડપાયા

હળવદ વિસ્તારમાં દારૂબંધી હોવા છતાં બિયરનો જથ્થો લઈ જવાતો હોવાની ઘટના સામે આવી છે. હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રેઇડ કરી અલ્ટો કારમાંથી 300થી વધુ બિયર ટીન સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઇંગોરાળા–મયાપુર રોડ પર નર્મદા કેનાલના નાળા પાસે પ્રકાશનગર તરફથી આવતી શંકાસ્પદ અલ્ટો કાર (નં. GJ-05-JR-0966)ને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી બિયર ટીન નંગ 300 મળી આવ્યા હતા. આ બિયર ટીનની કુલ કિંમત રૂપિયા 63,720 તેમજ કારની કિંમત રૂપિયા 2,00,000 મળી કુલ રૂપિયા 2,26,720નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપી સુરેશભાઈ કંદુભાઈ રાઠવા (મૂળ છોટાઉદેપુર) તથા મહેન્દ્રભાઈ ઉર્ફે મુન્નો ભીમાભાઈ જીંજુવાડીયા (રહે. નવા ઇશનપુર, હળવદ)ને ઝડપી પાડી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular