HomeMorbiહળવદમાં બાળક બાબતે વિવાદ બબાલમાં ફેરવાયો; વૃદ્ધને ગાળો આપી જાનથી મારી નાખવાની...

હળવદમાં બાળક બાબતે વિવાદ બબાલમાં ફેરવાયો; વૃદ્ધને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી

હળવદ શહેરમાં બાળક બાબતે થયેલા વિવાદને લઈને બબાલ સર્જાતા એક શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપી દ્વારા વૃદ્ધના ઘરે જઈ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ બસ સ્ટેન્ડ પાછળ રહેતા નાનજીભાઈ છગનભાઈ પરમાર (ઉ.વ. ૭૧) એ જયેશ કાલુભાઈ પરમાર રહે. બસ સ્ટેન્ડ, હળવદ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ ફરિયાદીના દિકરા શૈલેષનો દિકરો સાંજે સાડા સાત વાગ્યાના આસપાસ આરોપીની દુકાને નાસ્તો લેવા ગયો હતો. તે સમયે આરોપીની ભાણી દુકાને હાજર હતી. આ બનાવ પછી રાત્રે લગભગ સાડા અગિયાર વાગ્યાના આરોપી હાથમાં ધોકો લઈને ફરીયાદીના ઘરે પહોંચ્યો હતો અને દરવાજા પર ધોકો મારી બોલાચાલી શરૂ કરી હતી. આરોપીએ “તમારા શૈલેષના દિકરાને કહી દેજો કે તેણે મારી ભાણીનું બાવડું પકડ્યું છે” કહી ગાળો આપી ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે હળવદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular