HomeMorbiમોરબી–રાજકોટ હાઇવે પર કન્ટેનરની ટક્કર; 30 વર્ષીય અજાણ્યા યુવકનું કરુણ મોત
મોરબી–રાજકોટ હાઇવે પર કન્ટેનરની ટક્કર; 30 વર્ષીય અજાણ્યા યુવકનું કરુણ મોત
મોરબી–રાજકોટ હાઇવે પર અકસ્માતની એક દુખદ ઘટના સામે આવી છે. નવી બનતી મેડિકલ કોલેજ સામે કન્ટેનર ચાલકની બેદરકારીના કારણે એક આશરે ૩૦ વર્ષીય અજાણ્યા યુવકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના શક્ત શનાળા નિતિનનગરમાં રહેતા દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજા (ઉ.વ.૩૮) એ કન્ટેનર નંબર GJ-39-T-1603ના ચાલક દિન મહમદ હુસેનભાઈ રઝા (ઉ.વ.૩૭), રહે. ઉત્તરપ્રદેશ, વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરીયાદ મુજબ મોરબી–રાજકોટ હાઇવે પર નવી બનતી મેડિકલ કોલેજ સામે એક અજાણ્યો યુવક રસ્તાની સાઇડમાં ચાલતો જતો હતો. તે દરમિયાન કન્ટેનર ટ્રેલર ફૂલ સ્પીડમાં આવી યુવકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં યુવકને કમરથી નીચેના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કન્ટેનર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.