HomeMorbiભરણપોષણ કેસનો ખાર: મોરબીમાં મહિલાના ઘરે ઘૂસી પતિ સહિત બે શખ્સોનો હુમલો
ભરણપોષણ કેસનો ખાર: મોરબીમાં મહિલાના ઘરે ઘૂસી પતિ સહિત બે શખ્સોનો હુમલો
મોરબી શહેરમાં ભરણપોષણ કેસની અદાવતને લઈને મહિલાને ઘરમાં ઘૂસી ગાળો આપી માર મારવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે ભડીયાદ કાંટા પાસે માહી એપાર્ટમેન્ટ બ્લોક નંબર–૨૦૨ માં રહેતી પુષ્પાબેન રાકેશભાઈ સાગઠીયા (ઉ.વ.૩૭) છેલ્લા ત્રણ વર્ષથી પોતાના માવતરે રીસામણે રહે છે. મહિલાએ પોતાના પતિ રાકેશ દેવજીભાઈ સાગઠીયા વિરુદ્ધ મોરબી કોર્ટમાં ભરણપોષણની ફરીયાદ નોંધાવી છે. આ ફરીયાદનો ખાર રાખી આરોપી રાકેશ દેવજીભાઈ સાગઠીયા તથા ચિરાગ અમૃતભાઈ સાગઠીયા બંને મોરબીવાળા મહિલાના ઘરે પહોંચી ગયા હતા. જ્યાં તેમણે મહિલાને જેમફાવે તેમ ગાળો આપી શરીરે ઢીકા-પાટુનો માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પુષ્પાબેને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.