HomeMorbiOda Class એપના નામે ઓનલાઇન ઠગાઈ: મોરબીના પિતાને દીકરીના અભ્યાસ માટે 11...

Oda Class એપના નામે ઓનલાઇન ઠગાઈ: મોરબીના પિતાને દીકરીના અભ્યાસ માટે 11 હજાર ગુમાવવા પડ્યા

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓનલાઈન એજ્યુકેશન એપ્લિકેશનના બહાને છેતરપીંડી થયાનો બનાવ સામે આવ્યો છે. મોરબીના એક વ્યક્તિ પાસેથી ધોરણ–૮માં અભ્યાસ કરતી દીકરીના કોર્ષમાં એડમિશન કરાવવાના બહાને રૂપિયા ૧૧ હજારની ઠગાઈ કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીમાં રહેતા પિતાએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું હતું કે તેમની દીકરી ધોરણ–૮માં અભ્યાસ કરતી હોય તેના અભ્યાસનું સ્તર સુધારવા માટે તેમણે મોબાઇલમાં Pigeon Education Technology કંપનીની Oda Class નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી.

આ એપમાં શરૂઆતમાં ફરીયાદીએ બે વખત UPI મારફતે રૂ. ૪૯-૪૯નું પેમેન્ટ કરીને કોર્ષ અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ તા. ૬ એપ્રિલ ૨૦૨૪ના રોજ UPI ID “odaclass.rzp@mairtel” ઉપર રૂ. ૧૦૦૦ માસ્ટર કોર્ષ માટે એનરોલમેન્ટ કરાવ્યું હતું. આરોપીઓએ તા. ૮ એપ્રિલથી શરૂ થતી ક્લાસ માટે લિંક મોકલી હતી. પછી આરોપીઓએ ફરીયાદીને Oda Class એપમાં પેમેન્ટ કરવાની સલાહ આપી હતી. અગાઉ કરેલા રૂ.૪૯ના પેમેન્ટ દેખાતા ફરીયાદીને વિશ્વાસ આવ્યો હતો. જેથી તા. ૭ એપ્રિલ ૨૦૨૪ના રોજ ફરીયાદીએ UPI મારફતે રૂ. ૧૧,૦૦૦ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા.

પરંતુ પેમેન્ટ કર્યા બાદ પણ એપમાં એનરોલમેન્ટ થયાનું અપડેટ દેખાયું નહોતું અને દીકરીની ક્લાસ પણ શરૂ થઈ નહોતી. ત્યારબાદ ફરીયાદીએ આરોપીઓને વારંવાર ફોન કર્યા છતાં તેઓ જવાબ આપતા નહોતા. અંતે પોતાની સાથે છેતરપીંડી થયાની જાણ થતા ફરીયાદીએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular