HomeMorbiહળવદના નવા વેગડવાવ ગામે વીજ શોર્ટ લાગતા યુવકનું મોત

હળવદના નવા વેગડવાવ ગામે વીજ શોર્ટ લાગતા યુવકનું મોત

હળવદ તાલુકાના નવા વેગડવાવ ગામે ઘઉં કાપવાના કટર મશીન ઉપર ચડતા ઉપરથી પસાર થતી ઇલેક્ટ્રિક વીજ લાઈનના તારને અડી જતા ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવકનું મોત નિપજ્યું હતું.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા વેગડવવ ગામે ત્રિભોવનભાઈ જહાભાઈ સોનગ્રાના ખેતરમાં નવદિપસિંઘ બચીતરસિંઘ જાટ (ઉ.વ.૨૦) રહે. નવા વેગડવાવ ગામ, હળવદ (મૂળ રહે. પંજાબ) ઘઉં કાપવાના કટર ઉપર પાછળથી ચડતા ઉપરથી પસાર થતી ઇલેક્ટ્રિક વીજ લાઈનના તારને અડી જતા ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular