HomeMorbiમોરબી તાલુકામાં યુવકનું અપહરણ કરી મારપીટ, રોકડ અને મોબાઇલ સહિત રૂ.37 હજારની...

મોરબી તાલુકામાં યુવકનું અપહરણ કરી મારપીટ, રોકડ અને મોબાઇલ સહિત રૂ.37 હજારની લૂંટ

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં એક યુવકને ચાર અજાણ્યા શખ્સોએ રસ્તામાં રોકી અપહરણ કરી બેરહેમીથી મારપીટ કરી રોકડ રકમ અને મોબાઇલ લૂંટી લીધાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા પ્રકાશભાઈ ગોવિંદભાઈ શેરસીયાએ (ઉ.વ.૩૫) એ આરોપી અજાણ્યા ચાર શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાના કામ સબબ રંગપર ગામે જતા હતા ત્યારે રસ્તામા મજુર માટે દેશી દારૂ લેવા માટે રોકાયેલ ત્યા અજાણ્યા એક્ટીવા મોટર સાયકલ પર આવેલ બે ઇસમ તથા એક સી.એન.જી ઓટો રીક્ષામા આવેલ બે અજાણ્યા બે ઇસમો એમ કુલ ચાર ઇસમોએ ફરીયાદીને “અહીયા કેમ ઉભો છો ? “ તેમ કહી ઝઘડો કરી મારમારી સી.એન.જી રીક્ષામા બેસાડી અપહરણ કરી રેંજ સિરામીક કારખાના પાછળ લઇ જઇ લાકડાના ધોક્કા તથા કમરના પહેરવાના પટ્ટાથી માર મારી શરીરે મુંઢ ઇજાઓ કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી પાસે રહેલ રોકડ આશરે રૂ.૩૫,૦૦૦/- તથા સેમસંગ કંપનીનો મોબાઇલ આશરે કિ.રૂ.૨૦૦૦/- નો મળી કુલ કિ.રૂ.૩૭ ૦૦૦/- ની લુટ કરી ચલાવી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular