HomeMorbiમોરબીમાં અમૃતપાર્ક પાસે તીનપત્તી જુગાર પર પોલીસનો દરોડો: 6 જુગારીઓ ઝડપાયા, રૂ....

મોરબીમાં અમૃતપાર્ક પાસે તીનપત્તી જુગાર પર પોલીસનો દરોડો: 6 જુગારીઓ ઝડપાયા, રૂ. 76,350 જપ્ત

મોરબી શહેરમાં પોલીસ દ્વારા જુગાર પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે રણછોડનગર પાસે અમૃતપાર્ક નજીક મફતીયાપરા વિસ્તારમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા 6 શખ્સોને રોકડ રૂપિયા 76,350 ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન તીનપત્તીનો જુગાર રમતા અસલમભાઈ કાસમભાઈ દલવાળી (ઉ.વ.36) રહે. મહેન્દ્રપરા ઘાંચી શેરી, વીમલભાઈ ઉર્ફે વીપુલ નટુભાઈ સોલંકી (ઉ.વ.44) રહે. વાવડી રોડ ઉમિયા સોસાયટી, રાજેશકુમાર સુભાષભાઈ ચોબે (ઉ.વ.36) રહે. મહેન્દ્રપરા ચોક, દાઉદભાઈ ગનીભાઈ પીપરવાડિયા (ઉ.વ.44) રહે. લાતી પ્લોટ, યાકુબખાન અબ્દુલખાલિકખાન (ઉ.વ.44) રહે. રણછોડનગર અમૃતપાર્ક સોસાયટી અને આર્યન બાલુભાઈ ખીટ (ઉ.વ.19) રહે. મહેન્દ્રપરા મોરબી સહિત કુલ 6 શખ્સોને ઝડપવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા 76,350 જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular