HomeMorbiમોરબીના ગાળા ગામે બંધ કારખાનામાં તસ્કરોએ હાથ સાફ કર્યા: CCTV, ટીવી અને...
મોરબીના ગાળા ગામે બંધ કારખાનામાં તસ્કરોએ હાથ સાફ કર્યા: CCTV, ટીવી અને કોપર વાયર સહિત રૂ. 2.5 લાખનો માલ ઉઠાવી ગયા
મોરબી તાલુકા વિસ્તારમાં ચોરીની વધુ એક ઘટના સામે આવી છે. ગાળા ગામની સીમમાં મધુસુદન પેપરમીલ પાછળ આવેલ બજરંગ કોટન ઇન્ડસ્ટ્રીઝ નામના બંધ હાલતના કારખાનામાં તસ્કરોએ ઘુસી ચોરી આચરી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ પર રહેતા જયંતીભાઈ રૂપાભાઈ કાચરોલાએ અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગાળા ગામની સીમમાં મધુસુદન પેપરમીલ પાછળ આવેલ બજરંગ કોટન ઇન્ડસ્ટ્રીઝ નામના બંધ કારખાનામા તસ્કરોએ પ્રવેશ કરી સીસીટીવી એનવીઆર આશરે કી.રૂ.૧૦,૦૦૦/- તથા સોની ટીવી કી.રૂ.૨૦,૦૦૦/- તથા બે નંગ સીસીટીવી કેમેરા કી.રૂ. ૫૦૦૦/- તથા વીજકરંટ પસાર કરતી કોપર પ્લેટ નંગ-૦૮ કી.રૂ.૧,૦૦,૦૦૦/- તથા પ્રેશમશીન પાસે લાગેલ કોપરનો વીજકેબલ આશરે ૪૦ ફુટ કી.રૂ.૪૦, ૦૦૦/- તથા ઇલેક્ટ્રીક્ટ પેનલથી કંટ્રોલર સુધી લાગેલ ઇન્ટરલોક કોપર કેબલ આશરે ૪૦ ફુટ કી.રૂ.૩૦,૦૦૦/- એમ કુલ કી.રૂ.૨,૦૫,૦૦૦/- ની ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.