HomeMorbiહળવદમાં પોલીસનો દરોડો: 238 બોટલ વિદેશી દારૂ સાથે રૂ.23,800 નો મુદામાલ જપ્ત

હળવદમાં પોલીસનો દરોડો: 238 બોટલ વિદેશી દારૂ સાથે રૂ.23,800 નો મુદામાલ જપ્ત

હળવદ શહેરના રાવલફળી વિસ્તારમાં હળવદ પોલીસે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો છે. પોલીસે આરોપીના રહેણાંક મકાનમાંથી 238 બોટલ ઇંગ્લીશ દારૂ કબજે કરી કુલ રૂપિયા 23,800 નો મુદામાલ જપ્ત કર્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન હળવદ શહેરમાં આવેલ રાવલફળી વિસ્તારમાં રહેતા આરોપી કિશનભાઇ ઉર્ફે કારિયો પ્રવિણભાઇ બાબરિયાએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની કુલ બોટલ નંગ -૨૩૮ કિંમત રૂપિયા ૨૩,૮૦૦ નો મુદામાલ ઝડપી પાડી રેઇડ દરમ્યાન આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular