HomeMorbiહોલમાર્કના નામે મોટો દગો : વાંકાનેરમાં 5 લાખ લઈને નકલી સોનાના ઘરેણા...

હોલમાર્કના નામે મોટો દગો : વાંકાનેરમાં 5 લાખ લઈને નકલી સોનાના ઘરેણા આપી ત્રણ ઠગ ફરાર

વાંકાનેર તાલુકામાં હોલમાર્ક સોનાના ઘરેણાના નામે મોટી ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. બનાવટી સોનાના ઘરેણા આપી રૂ.5 લાખ પડાવી લેતા ત્રણ શખ્સો સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેરમાં રહેતા અને મજુરી કરતા સતિશભાઈ હરસુખલાલ ચારોલીયા (ઉ.વ.૨૫) એ આરોપી રામકુભાઈ માથાસુરીયા રહે. અમેરલી તથા બે અજાણ્યા ઇસમો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરીયાદી તથા તેની માતાને સાચા હોલમાર્ક વાળા સોનાના અલગ અલગ ઘરેણા બતાવી ૫,૦૦,૦૦૦/-(પાંચ લાખ)માં વેચવાનો સોદો કરી વિશ્વાશમા લઇ બાદ આરોપીઓએ ફરીયાદી તથા તેની માતાને ખોટા બનાવટી અલગ અલગ ઘરેણા આપી રોકડા ૫,૦૦,૦૦૦/-(પાંચ લાખ) લઇ જઇ ફરીયાદી તથા તેના માતા સાથે છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. કલમ ૩૧૬(૨), ૩૧૮(૪), ૫૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular