HomeMorbiમાળીયા મિયાણામાં હાથ બનાવટી હથીયાર સાથે એક શખ્સ ઝડપાયો

માળીયા મિયાણામાં હાથ બનાવટી હથીયાર સાથે એક શખ્સ ઝડપાયો

માળીયા મીયાણા શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલ પાછળના ભાગમાં પાણીના ટાંકા પાસેથી દેશી હાથ બનાવટી તમંચા સાથે એક ઈસમને માળિયા પોલીસે ઝડપી પાડયો છે.

માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સ્ટાફને પેટ્રોલીગ દરમ્યાન મળેલ બાતમીના આધારે, સરકારી હોસ્પીટલના પાછળના ભાગે પાણીના ટાંકા પાસેથી દેશી હાથ બનાવટની તમંચા (હથિયાર) સાથે એક ઇસમ સલીમભાઇ ઉર્ફે પલો દિલાવરભાઇ જેડા (મીયાણા) રહે. હાકમશાપીરની દરગાહ પાસે માળીયા (મીં)વાળાને પકડી માળીયા મીંયાણા પો સ્ટેશન ખાતે હથીયાર ધારા તળે ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

RELATED ARTICLES

Most Popular