HomeMorbiઓવરટેક કરવાનું પડ્યું ભારે: બાઈક સ્લીપ થતાં ટ્રોલીના વ્હીલ નીચે આવી વ્યક્તિનું...

ઓવરટેક કરવાનું પડ્યું ભારે: બાઈક સ્લીપ થતાં ટ્રોલીના વ્હીલ નીચે આવી વ્યક્તિનું મોત

હળવદ તાલુકામાં ગોલાસણ રોડ પર ઓવરટેક કરવાની ઉતાવળ એક વ્યક્તિ માટે જીવલેણ સાબિત થઈ છે. બાઈક સ્લીપ થતા પાછળ બેઠેલા વ્યક્તિ ટ્રોલીના વ્હીલ નીચે આવી જતા તેમનું કરુણ મોત નિપજ્યું હતું. આ મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશ રાજ્યના વતની અને હાલ હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં અરવિંદભાઈ અરજણભાઈ માણાવદરીયા વાલાની વાડીએ રહેતા દિનાબેન રેશલીયાભાઈ ભીલ (ઉ.વ.૪૨) એ આરોપી મોટરસાયકલ રજીસ્ટર નંબર -GJ-13-KK-8178 વાળાના ચાલક અજીતભાઈ સુરેશભાઈ ઘાણક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલા વાળુ મોટરસાયકલ રજીસ્ટર નં- GJ-13 KK-8178 બેફીકરાઇથી પુરઝડપે ચલાવી આગળ જતુ ટ્રેકટર જેના રજીસ્ટર નં-GJ-36 AC-4284 જેની પાછળ જોડેલ ટ્રોલી નં-GJ-13 W-9933 વાળાને ઓવર ટેક કરવા જતા મોટરસાયકલ સ્લીપ ખવડાવી દેતા મોટરસાયકલ પાછળ બેસેલ ફરીયાદીના પતિ રેશલીયા નીચે પડી જતા ટ્રોલીનુ પાછળનુ વ્હીલ છાતી ઉપર ફરી જતા છાતી તથા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular