HomeMorbiમોરબીમાં જાહેરમાં જુગારધામ પર પોલીસનો દરોડો: મહિલા સહિત 6 શખ્સો ઝડપાયા, રૂ.51,600...
મોરબીમાં જાહેરમાં જુગારધામ પર પોલીસનો દરોડો: મહિલા સહિત 6 શખ્સો ઝડપાયા, રૂ.51,600 જપ્ત
મોરબીના શકત શનાળા ગામમાં સરકારી સ્કૂલ સામે જાહેરમાં ચાલતા જુગારધામ પર સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી એક મહિલા સહિત છ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રૂ.51,600નો મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના શકત શનાળા ગામે સરકારી સ્કુલ સામે લિમડાના જાડ નીચે જાહેરમાં જુગાર રમતા એક મહિલા સહિત છ ઈસમો નરશીભાઈ ભીખાભાઈ આંબલીયા, સંજયભાઈ નરશીભાઈ આંબલીયા, હિરેનભાઇ કાંતિભાઈ સોલંકી, મુકેશભાઇ અશોકભાઈ ઓગાણીયા, વિશાલભાઈ ભુપતભાઇ ઓગાણીયા, રાધાબેન રાજેશભાઈ સોલંકી રહે. બધા શકત શનાળા ગામ મોરબીવાળાને રોકડ રૂપિયા ૫૧,૬૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.