HomeMorbiમોરબીમાં દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો : i20 કાર, 24 બોટલ દારૂ...
મોરબીમાં દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો : i20 કાર, 24 બોટલ દારૂ સાથે 6 શખ્સ ઝડપાયા
મોરબીના શક્ત સનાળા વિસ્તારમાં પોલીસને મળેલી બાતમીના આધારે કરાયેલા દરોડામાં વિદેશી દારૂની 24 બોટલો, i20 કાર અને મોબાઈલ ફોન સહિત રૂ.2.26 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 6 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબી શકત શનાળા નીતિનગર પટેલ સમાજ વાડીની સામે, આનંદ પેલેસ નજીક બાવળની ઝાડીમાં વિદેશી દારૂનુ કંટીગ ચાલુ હોય તે દરમિયાન રેઇડ કરતા સ્થળ પરથી આઇ-20 કારમા વિદેશી દારૂ ઉતારી રહ્યા હોય ત્યારે પોલીસ આઇ-20 કારમાથી દાર ઉતરતા છ શખ્સોપિન્ટુ ઉર્ફે કાનો રમેશભાઈ ખાંભલા (ઉં.વ. ૨૮) રહે. રાજપર રોડ, મોરબી, ચિંતનભાઈ ભરતભાઈ કરકટા (ઉં.વ. ૨૦) રહે. શક્ત સનાળા, મોરબી, વિશાલભાઈ કમલેશભાઈ શીયાળ (ઉં.વ. ૨૧) રહે. વીશીપરા, અમરેલી રોડ, મોરબી, રવીન્દ્રપાલસિંગ રતનસિંગ રાવત (ઉં.વ. ૨૩), રહે. બ્યાવર, રાજસ્થાન, દેવેન્દ્રસિંગ પ્રતાપસિંગ વિજયસિંગ રાવત (ઉં.વ. ૨૨, રહે. બ્યાવર, રાજસ્થાન, રમેશસિંગ હરીસિંગ પુરનસિંગ રાવત (ઉં.વ. ૨૯) રહે. બ્યાવર, રાજસ્થાન વાળાને વિદેશી દારૂની બોટલ નંગ -૨૪ કિંમત રૂપિયા ૨૬,૪૦૦ તથા કાર કિંમત રૂપિયા ૨,૦૦,૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૨,૨૬,૪૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.