HomeMorbiઘુનડા ગામે તીનપત્તીના જુગાર પર ટંકારા પોલીસનો દરોડો, છ જુગારીઓ ઝડપાયા

ઘુનડા ગામે તીનપત્તીના જુગાર પર ટંકારા પોલીસનો દરોડો, છ જુગારીઓ ઝડપાયા

ટંકારા તાલુકાના ઘુનડા (સજ્જનપર) ગામમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સોને ટંકારા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે રામ મંદિરવાળી શેરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં ગોળ કુંડાળું વળીને જુગાર રમતા ઈસમોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.

આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા ટંકારા તાલુકાના ઘુનડા ગામની રામ મંદિર વાળી શેરીમા ગોળ કુંડાળું વળીને તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો વજીરભાઈ સજરૂદીનભાઈ બખતરીયા (ઉં.વ. ૫૭), દુર્લભજીભાઈ નરશીભાઈ પંચાસરા ( ઉં.વ. ૪૫), ઘનશ્યામભાઇ મોહનભાઈ બાવરવા (ઉં.વ. ૪૬), મુકેશભાઈ દેવશીભાઈ ચૌહાણ ( ઉં.વ. ૪૮), રામભાઈ સનાભાઇ અજાણા (ઉં.વ. ૩૫), મહેશભાઈ જયંતિભાઈ થરેસા (ઉં.વ. ૪૨) રહે. બધા ઘુનડા (સજ્જનપર) ગામ તા. ટંકારાવાળાને રોકડ રકમ રૂપિયા ૧૦,૩૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular