HomeMorbiસફાઈની અરજીનો ખાર! મોરબીમાં યુવકના પરિવાર પર જીવલેણ હુમલો, રૂ. 17 હજારની...

સફાઈની અરજીનો ખાર! મોરબીમાં યુવકના પરિવાર પર જીવલેણ હુમલો, રૂ. 17 હજારની લૂંટની ફરિયાદ

મોરબીના માળિયા વનાળીયા સોસાયટી વિસ્તારમાં રોડ સફાઈ માટે કરાયેલી અરજીની અદાવત રાખીને પાડોશીઓએ એક પરિવાર પર હુમલો કર્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. હુમલામાં પરિવારના સભ્યોને ઇજા પહોંચાડવા સાથે રૂ. 17 હજારની રોકડ લૂંટી લેવાઈ હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાતા તપાસ શરૂ કરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા સતિષભાઈ ગૌતમભાઈ સારેસાએ આરોપી પ્રેમજીભાઈ પરમાર, પ્રેમજીભાઈનો દિકરો, દિનેશભાઇ પરમાર, દિનેશભાઇના મોટાભાઈનો દિકરો પકા વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના મામા માળીયા વનાળીયા સોસાયટીમા રોડ સાફસફાઈ કરવા અંગેની મહાનગર પાલી કામા અરજી કરેલ હોય તે આરોપીઓને સારૂ નહી લાગતા જેનો ખાર રાખી ફરીયાદીના ઘરે જઈ ગેરકાયદેસર ગૃહ અપપ્રવેશ કરી સાથી ભરતભાઈને લોખંડના પાઈપથી માથામા એક ઘા મારી સામાન્ય ઇજા કરી તેમજ ફરીયાદી તથા તે ના પિતાને ઢીકાપાટુનો મુંઢ માર મારી બિભત્સ ગાળો આપી ફરીયાદીના શર્ટના ખિસ્સામા રહેલ રોકડા રૂપીયા ૧૭૦૦૦(સતર હજા૨) બળજબરીથી કાઢી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular