HomeMorbiહળવદમાં બેફામ બુલેટનો કહેર: સ્કૂલેથી પરત ફરતી 11 વર્ષની બાળકીનું મોત, ત્રણ...
હળવદમાં બેફામ બુલેટનો કહેર: સ્કૂલેથી પરત ફરતી 11 વર્ષની બાળકીનું મોત, ત્રણ સગીરાઓ ઇજાગ્રસ્ત
હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે બેફામ ગતિએ દોડતી બુલેટ મોટરસાઇકલે સ્કૂલેથી ઘરે પરત ફરી રહેલી માસૂમ બાળકીઓને હડફેટે લેતા એક 11 વર્ષની બાળકીનું કરુણ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય ત્રણ સગીરાઓને ઇજાઓ પહોંચતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદના જુના દેવળીયા ગામે ગોકુળિયા રોડ પર રહેતા મનીષભાઈ મોરવાડીયાએ આરોપી રામજી ગોરધનભાઈ દેવીપુજક રહે. ગામ જુના દેવળીયા તા. હળવદવાળા સામે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આરોપીએ પોતાના હવાલા વાળા બુલેટ મોટર સાઇકલ રજીસ્ટર નંબર-GJ-36 -E-8000 વાળામાં પોતાની પાછળ લખમણ ગોરધનભાઈ દેવીપુજક તથા આકશ પ્રકાશભાઇ દેવીપુજકને બેસાડી જુના દેવળીયાથી ચરાડવા જતા રોડ ઉપર પુરઝડપે બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી આવી રોડની સાઇડમાં સ્કુલેથી ચાલીને ઘરે જતી છોકરીઓને હડફેટે લઈ રોશનીબેન માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજા કરી મોત નીપજાવી તેમ જ સાથે રહેલ અન્ય છોકરીઓ જાનવી સુરેશભાઈ તથા અંકિતા દિનેશભાઈ તથા રીના મહેશભાઈ નાઓને નાની મોટી ઇજાઓ પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.