HomeMorbiલાલપરના ઇશાન કોમ્પ્લેક્ષમાં જુગારધામ પર પોલીસનો દરોડો: પાંચ જુગારીઓ એક લાખથી વધુના...

લાલપરના ઇશાન કોમ્પ્લેક્ષમાં જુગારધામ પર પોલીસનો દરોડો: પાંચ જુગારીઓ એક લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયા

મોરબી તાલુકા પોલીસને જુગાર વિરોધી કાર્યવાહીમાં વધુ એક સફળતા મળી છે. લાલપર ગામની સીમમાં આવેલા ઇશાન કોમ્પ્લેક્ષમાં ચાલી રહેલા જુગારધામ પર સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડી પાંચ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડ સહિત કુલ રૂ. 1,00,930નો મુદ્દામાલ કબજે કરી તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પ્રોહી./જુગાર અંગે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન બાતમીના આધારે જુગાર ની રેઇડ કરતા મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં ઇશાન કોમ્પ્લેક્ષમાં બેસીમ કોર્પોરેશન પ્રથમ માળે દુકાન નંબર એફ-૦૩ માં જયેશભાઇ અમરશીભાઇ દલસાણીયા વાળાના કબ્જા ભોગવટાની દુકાનમાં ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા કૂલ-૦૫ ઇસમો જયેશભાઈ અમરશીભાઈ દલસાણીયા રહે. રાજપર તા-જી મોરબી, કપીલભાઈ ભગવાનજીભાઈ અઘારા રહે. મહેન્દ્રનગર ઉગમણા જાપે તા.જી.મોરબી, હિતેષભાઈ જેરામભાઈ વિઠ્ઠલાપરા રહે- મહેન્દ્રનગર તા.જી.મોરબી, મનસુખભાઈ અંબારામભાઈ દેત્રોજા રહે- મહેન્દ્રનગર ધાયડી વિસ્તાર તા.જી.મોરબી, દેવકરણભાઈ આંબાભાઈ ભાડજા રહે- મહેન્દ્રનગર તા.જી. મોરબીવાળાને રોકડ રૂ. ૧,૦૦,૯૩૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ઇસમો વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

Most Popular