HomeMorbiમોરબીમાં ભાડાના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 588 બોટલો ઝડપાઈ, બે બુટલેગર ફરાર

મોરબીમાં ભાડાના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 588 બોટલો ઝડપાઈ, બે બુટલેગર ફરાર

મોરબીમાં દારૂના ગેરકાયદે વેપાર સામે પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. સીટી એ-ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે નાની બજાર વિસ્તારમાં દરોડો પાડી ભાડાના રહેણાંક મકાન તેમજ બાજુના બંધ મકાનની છત પરથી રૂ. 2.61 લાખની કિંમતનો પરપ્રાંતીય વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. જોકે દરોડાની જાણ થતાં જ બંને બુટલેગર ફરાર થઈ જતા પોલીસે તેમની સામે ગુનો નોંધી શોધખોળ તેજ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે આરોપી ઇમરાન ઉર્ફે ટાવર મહેબૂબભાઈ ચાનિયા (રહે. નાની બજાર, વિશ્વકર્મા મંદિર પાસે, મોરબી) અને ઇમરાન ઉર્ફે ડારીયો કાદરભાઈ સૈયદ (રહે. મુલા શેરી, નાની બજાર, મોરબી) ભાગીદારીમાં પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો ભાડાના રહેણાંક મકાનમાં સંતાડી વેચાણ કરી રહ્યા છે.

બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા આરોપીના ભાડાના મકાનની છત તેમજ બાજુના બંધ મકાનની છત પરથી કુલ 588 બોટલ પરપ્રાંતીય વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે અંદાજે રૂ. 2,61,600ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

દરોડા દરમિયાન બંને આરોપીઓ સ્થળ પર હાજર ન મળતા પોલીસે તેમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ અને શોધખોળ વધુ તેજ કરી છે.

RELATED ARTICLES

Most Popular