HomeMorbiતાજિયા જોઈ પરત ફરતા બે યુવકો પર છરીથી જીવલેણ હુમલો, જૂની અદાવતમાં...
તાજિયા જોઈ પરત ફરતા બે યુવકો પર છરીથી જીવલેણ હુમલો, જૂની અદાવતમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ
મોરબીમાં મહોરમ દરમિયાન તાજિયા નિહાળી મોડી રાત્રે ઘરે પરત ફરી રહેલા બે યુવકો પર જૂની અદાવતનો ખાર રાખી ત્રણ શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને હાથમાં ઇજા પહોંચતા પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા મેઇન રોડ ચાર ગોડાઉન પાછળ રહેતા અને રીક્ષા ચલાવતા ઈકબાલ રફીકભાઈ દાવલીયા (ઉ.વ.૧૮) એ આરોપી રાહુલ ઉર્ફે બુસલી ભરતભાઈ સાલાણી, શંકર સુરેશભાઈ કોળી તથા સાહિલ કોળી રહે. ત્રણેય ખડીયા વીસીપરા મોરબીવાળા વિરૂદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે સાથી લક્કી કોળી ને અગાઉ આરોપીઓ સાથે વીશીપરામાં માથાકુટ થયેલ હોય તે બાબતે નુ મનદુખ રાખી ફરીયાદી તથા સાથી રિક્ષા લઇ ઘરે જતા હોય તે વખતે આરોપીઓ હોંડા લઈ આવી સાથી લક્કી કોળી સાથે માથાકુટ કરતા હોય તે વખતે આરોપી સાહિલ એક ટીવા લઇ આવી ઝગડો કરતા હોઇ તે વખતે ફરીયાદી વચ્ચે પડી છોડાવા જતા આ કામના આરોપીઓએ ડાબા હાથ માં અલગ અલગ જગ્યાએ છરી ના ઘા મારી જતા જતા જાન થી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.