HomeMorbiટંકારામાં યુવકને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી, પોલીસ ફરિયાદ નોંધાઈ
ટંકારામાં યુવકને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી, પોલીસ ફરિયાદ નોંધાઈ
ટંકારા તાલુકાના ધુનડા (સ) ગામ નજીક એક યુવકને રસ્તામાં ગાડી આડી રાખી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. અગાઉ ફોન પર ગાળો આપી ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામે રહેતા અને ખેતી કરતા ૨૧ વર્ષીય મોમૈયાભાઈ નારણભાઈ ખટાણાએ આરોપી બુટેશભાઈ ધનજીભાઈ ટમારીયા રહે. શનાળા ગામ તા. મોરબીવાળા વિરૂદ્ધ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદીને ફોન કરીને કેમ મારી બહેન રીસામણે અવાર નવાર આવે છે.તેમ કહી જેમ ફાવે તેમ ગાળો આપીને કહેલ કે જો તુ મને ગમે ત્યાં ભેગો થાઇશ ત્યારે હું તને મારી નાખીશ તેવી ધમકી આપી ત્યારબાદ આરોપીએ પોતાની બ્લેક કલરની ફોરવ્હીલ ગાડી લઇને ફરીયાદીને ધુનડા(સ) ગામના રસ્તા પાસે આવી છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.