HomeMorbiમોરબીમાં ઇન્ટરકાસ્ટ-ઇન્ટર રિલિજન મેરેજ મુદ્દે બબાલ: બે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, સામસામે પોલીસ...
મોરબીમાં ઇન્ટરકાસ્ટ-ઇન્ટર રિલિજન મેરેજ મુદ્દે બબાલ: બે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, સામસામે પોલીસ ફરિયાદ
મોરબી: મોરબીમાં ઇન્ટરકાસ્ટ અને ઇન્ટર રિલિજન મેરેજના મુદ્દે થયેલી બોલાચાલી બાદ બે પક્ષો વચ્ચે મારામારી થતાં બંને પક્ષોએ એકબીજા સામે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને ફરિયાદોના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા અને અભ્યાસ કરતા ૨૬ વર્ષીય જયરાજસિંહ દિગ્વિજયસિંહ જાડેજા એ આરોપી યુવરાજ ગઢવી (ઓમ.વી.વી.આઇ. એમ.એલ.એલ. બી.સેમ-૩મા અભ્યાસ કરતો વિદ્યાર્થી) તથા સહિલ સુમરા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી સાહીલના ફરીયાદીને હિન્દુ મુસ્લિમ છોકરા છોકરીના લગ્ન કરાવી આપવા કહેતા ફરીયાદિએ ના કહેતા આરોપી સાહિલ એ ફરીયાદ સાથે ગાળા ગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ઢીકા વડે શરીરે મુંઢ માર મારી ઇજા પહોંચાડી તેમજ આરોપી યુવરાજે ફરીયાદીને મુંઢ માર મારી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
તેમજ સામાપક્ષે મોરબીના વાવડી રોડ સોમૈયા સોસાયટીમાં રહેતા અને અભ્યાસ કરતા ૨૩ વર્ષીય સાહીલ દાઉદભાઈ સુમરાએ આરોપી જયરાજસિંહ દિગ્વિજયસિંહ જાડેજા રહે. મોરબી-૨ વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે સાથી યુવરાજે આરોપીને ઇંટર કાસ્ટ મેરેજ તથા ઇંટર રીલીજીયન મેરેજ બાબતે પુછતા આરોપીએ મુસ્લીમ ધર્મના લગ્ન નથી કરાવી આપતો તેમ કહી ફરીયાદી તેમજ સાથી સાથે બોલાચાલી કરી ગાળાગાળી કરી ફરીયાદી તેમજ સાથીને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી તથા સાથીને ઢીકા પાટુનો માર મારી ફરીયાદીને ગળા પાસે, તેમજ માથાના ભાગે અને જમણા હાથના કાંડા પાસે મુંઢ ઈજા કરી તેમજ સાથી યુવરાજને ગળાના ભાગે, છાતીના ભાગે તેમજ બન્ને હાથમા મુંઢ ઈજાઓ કરી હોવાની ફરીયાદ નોંધાવી છે. બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.