HomeMorbiકાશીપરમાં જમીન વિવાદે લીધો હિંસક વળાંક, યુવક પર કુહાડી-લાકડીઓથી હુમલો
કાશીપરમાં જમીન વિવાદે લીધો હિંસક વળાંક, યુવક પર કુહાડી-લાકડીઓથી હુમલો
વાંકાનેર તાલુકાના કાશીપર ગામે જમીન બતાવવા મુદ્દે થયેલી સામાન્ય બોલાચાલી હિંસક બની જતાં ચાર શખ્સોએ યુવક અને તેના પિતા પર કુહાડી તથા લાકડીઓ વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કાશીપરગામે રહેતા અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા ૩૦ વર્ષીય શૈલેષભાઈ ધીરુભાઈ ધોરીયા એ આરોપી રામજી વાધાભાઇ ધોરીયા, ડાયાભાઇ વાધાભાઇ, ગોપાલ મસાભાઇ, મુકેશ વાધાભાઇ રહે બધા કાશીપરગામ તા. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આરોપી રામજી વાધાભાઇ ધોરીયા તેમના મોટાબાપુની જમીન વેચવા માટે બતાવતા આવતા ત્યા બાજુમાં આવેલ ફરિયાદીની જમીન બતાવતા ફરિયાદીએ ના પાડતા આ બાબતની વાતચીત માટે ગામની નિશાળ પાસે ફરિયાદીને રાત્રે બોલાવી ફરિયાદીને આરોપી રામજીએ વાડીએ તુ બહુ હવા કરતો હતો એમ કહી ગાળાગાળી કરી છાતીના ભાગે કવાડી મારી તથા તેમની સાથેના આરોપી ગોપાલે માથાના ભાગે તેમજ મુકેશે કમરના ભાગે લાકડી મારેલ અને ફરિયાદિના પિતા વચ્ચે છોડાવા માટે પડતા તેમને પણ આરોપી ડાયા વાધાએ જમણા હાથના ભાગે લાકડી મારી મુઢ ઇજાઓ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.