HomeMorbiનોનવેજની વાતે બબાલ! વાંકાનેરમાં યુવકને છરા મારી ધમકી, સાત આરોપીઓ સામે ફરિયાદ
નોનવેજની વાતે બબાલ! વાંકાનેરમાં યુવકને છરા મારી ધમકી, સાત આરોપીઓ સામે ફરિયાદ
વાંકાનેરના રાતીદેવળી ગામે નોનવેજ લેવા ગયેલા યુવક સાથે ગાળાગાળી બાદ મામલો હિંસક બન્યો હતો. છરા અને પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદના આધારે પોલીસે સાત શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ પેડક સોસાયટીમાં રહેતા અને મજુરી કામ કરી ગુજરાન ચલાવતા ૨૪ વર્ષીય કિશનભાઇ ધીરજભાઈ ગોરવાડીયા એ આરોપી સોયબ તથા સોહિલ હાજીભાઈ તથા પાંચ અજાણ્યા ઈસમો વિરૂદ્ધ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાથી આરોપી સોયબની દુકાને નોનવેજ લેવા માટે ગયેલ હોય ત્યારે આરોપી સોયબએ ફરીયાદી તથા સાથીને ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનિત કરી નોનવેજ કાપવાનુ છરા જેવુ ધારવાળુ હથીયાર હાથમા લઈ ફરીયાદીને કપાળના ભાગે મારી લઈ તથા આરોપી સોહિલએ ગાળો આપતા ફરીયાદી તથા સાથીએ ગાળો આપવાની ના પાડતા આરોપીઓએ ફરીયાદી તથા સાથીને લાકડી ધોકા પાઈપ વડે માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.