HomeMorbiમોરબીમાં સ્પા સંચાલકો પર પોલીસનો કડક સકંજો: ‘લીલી સ્પા’માં નિયમભંગ સામે ગુનો...

મોરબીમાં સ્પા સંચાલકો પર પોલીસનો કડક સકંજો: ‘લીલી સ્પા’માં નિયમભંગ સામે ગુનો નોંધાયો

મોરબી જિલ્લામાં સ્પા સેન્ટરોમાં નિયમોનું કડક પાલન કરાવવા પોલીસ સક્રિય બની છે. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનું ઉલ્લંઘન કરનારા સંચાલકો સામે કાર્યવાહીનો દોર યથાવત્ રહેતા હવે ત્રાજપર ચોકડી વિસ્તારમાં આવેલી ‘લીલી સ્પા’ પોલીસના રડારમાં આવી છે. એસ.ઓ.જી.ની બાતમીના આધારે કરાયેલી તપાસમાં અનેક નિયમોના ભંગ સામે આવતા સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ભગવતી એસ્ટેટ કોમ્પ્લેક્ષના બીજા માળે ચાલતા ‘લીલી સ્પા’ના સંચાલક સંજયસિંહ પુષ્કરસિંહ નેગીએ સ્પામાં કાર્યરત ત્રણ મહિલા કર્મચારીઓના બાયોડેટા ફરજિયાત હોવા છતાં પોલીસમાં જમા કરાવ્યા નહોતા. એટલું જ નહીં, સ્પામાં લગાવાયેલા CCTV કેમેરાના રેકોર્ડિંગનું નિયમ મુજબ સંરક્ષણ પણ કરવામાં આવ્યું ન હતું. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ થયાનું સામે આવતા મોરબી સીટી બી-ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ-223 હેઠળ ગુનો નોંધી સંચાલકની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular