HomeMorbiવવાણીયામાં પૈસાની લેતી-દેતીનો વિવાદ લોહિયાળ બન્યો: દંપતી પર પાંચ શખ્સોનો ધોકા વડે...
વવાણીયામાં પૈસાની લેતી-દેતીનો વિવાદ લોહિયાળ બન્યો: દંપતી પર પાંચ શખ્સોનો ધોકા વડે હુમલો
માળિયા તાલુકાના વવાણીયા ગામે કૌટુંબિક ભાઈઓ વચ્ચે રૂપિયાની લેતી-દેતી મુદ્દે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા પાંચ શખ્સોએ દંપતી પર ધોકા વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડ્યાનો આક્ષેપ થયો છે. બનાવ અંગે માળિયા મિયાણા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના વવાણીયા ગામે રહેતા ૩૫ વર્ષીય છગનભાઈ દેવાભાઈ મકવાણાએ આરોપી પ્રવિણ ઉર્ફે ચકો સુરેશભાઇ મકવાણા, શીવાભાઇ સુરેશભાઇ મકવાણા, નથુભાઇ સુરેશભાઇ મકવાણા, સુરેશભાઇ મકવાણા તથા મનજી ઉર્ફે ટીલીયો મકવાણા તમામ રહે-વવાણીયા ગામ તા. માળીયા(મી) વાળા વિરુદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ફરીયાદીને આરોપીઓએ ભાયુ કુટુંબના રૂપીયાની લેતી દેતી બાબતે ઝગડો કરી આરોપી પ્રવિણ ઉર્ફે ચકોએ ફરીયાદીને ભુંડી ગાળો બોલી ઝપાઝપી કરી મુંઢ માર મારી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી જતો રહેલ બાદ અન્ય આરોપીઓ આવી ફરીયાદી તથા સાથી ફરીયાદીની પત્નીને ભુંડી ગાળો બોલી આરોપીઓએ સાથી ફરીયાદીની પત્નીને મુંઢ માર મારી ફરીયાદીને લાકડાના ધોકા વતી શરીરે માર મારી ફરીયાદી તથા ફરીયાદીની પત્નીને શરીરે મુંઢ ઇજા પોહચાડી ટાંટીયા ભાંગી નાખી માર મારવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.