HomeMorbiહળવદના ઢવાણા ગામે કેસ પાછો ખેંચવાની ના પાડતા યુવક પર ધોકા વડે...
હળવદના ઢવાણા ગામે કેસ પાછો ખેંચવાની ના પાડતા યુવક પર ધોકા વડે જીવલેણ હુમલો
હળવદ તાલુકાના ઢવાણા ગામે જૂના ઝઘડા અને કોર્ટ કેસની અદાવત ફરી એકવાર હિંસક બની છે. પિતાના હત્યાના કેસને પાછો ખેંચવા દબાણ કરાયા બાદ ઇનકાર કરતાં બે શખ્સોએ યુવક પર ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ હળવદ પોલીસમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદના ઢવાણા ગામે રહેતા અને ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા 24 વર્ષીય વિશાલભાઈ વેરશીભાઈ દુધરેજીયાએ તેમના જ ગામના આરોપી મેહુલભાઈ સુરેશભાઈ છોગાળા તથા રમેશભાઈ ઠાકરશીભાઈ છોગાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આરોપી મેહુલભાઈએ ફરીયાદીના પિતાના મરણનો ખુનનો કેસ પાછો ખેંચવાનુ ફરીયાદીને કહેલ જેથી ફરીયાદીએ કેસ પાછો ખેંચવાની ના પાડતા આરોપી રમેશભાઈએ ફરીયાદીને ભુંડા બોલી ગાળો આપેલ જેથી ફરીયાદી ગાળો બોલવાની ના પાડતા આરોપી રમેશભાઈએ ફરીયાદીને પગમા ધોકો મારી મુંઢ ઇજા કરેલ અને આરોપી મેહુલભાઈએ પોતાના હાથમાં રહેલ પોકો ફરીયાદીના હાથમા મારી મુંઢ ઇજા કરેલ અને બન્નેએ આરોપીએ ફરીયાદીને મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.