HomeMorbiથોરાળા પાસે તસ્કરોનો મોટો હાથ: ગોડાઉનનો દરવાજો હૂકમાંથી કાઢી રૂ. 99 હજારના...

થોરાળા પાસે તસ્કરોનો મોટો હાથ: ગોડાઉનનો દરવાજો હૂકમાંથી કાઢી રૂ. 99 હજારના 30 ગેસ સિલિન્ડરની ચોરી

મોરબીમાં તસ્કરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. થોરાળા ગામ પાસે આવેલા ગેસ ગોડાઉનને નિશાન બનાવી અજાણ્યા શખ્સોએ દરવાજો ઉખેડી અંદર પ્રવેશ કર્યો અને રૂ. 99 હજારના 30 ઇન્ડેન ગેસ સિલિન્ડર ચોરી કરી રફુચક્કર થઈ ગયા. ઘટનાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના થોરાળા ગામના વતની અને હાલ મોરબી શહેરમાં આવેલ શનાળા રોડ પર રામનગર સોસાયટીમાં રહેતા અને વેપાર કરતાં ૫૬ વર્ષીય રજનીકાંતભાઈ લાલજીભાઈ મેરજાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે થોરાળા ગામના પાટીયા પાસે ફ્રીડમ ગેસ એજન્સી નામે ઇન્ડેન એલ.પી.જી. ગેસનું ગોડાઉન આવેલ છે. જે ફરીયાદીના બંધ દરવાજાવાળા ગોડાઉનમાંથી મોડી રાતના અંધારામાં કોઈ અજાણ્યા ઇસમે ગોડાઉનના દરવાજાના તાડુ તોડવા પ્રયાસ કરી નહી તુટતા દરવાજાને હુકમાંથી ખોલી ખસેડી ગોડાઉનમાં ગુન્હાહીત અપપ્રવેશ કરી ગોડાઉનમાં સ્ટોકમાં રહેલ ઇન્ડેન ગેસના ભરેલ બાટલા નંગ-૩૦ જે એક બાટલાની કી.રૂ. ૩૩૦૦ ગણી શકાય તે કુલ રૂ. ૯૯૦૦૦/- ની કીંમતના ઈ ન્ડેન ગેસના બાટલાના મુદામાલની ચોરી કરી લઈ જઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular