HomeMorbiમોરબી તાલુકા પોલીસની ત્વરિત કાર્યવાહી: ગેસના બાટલાની ચોરી કરનાર શખ્સ મુદ્દામાલ સાથે...
મોરબી તાલુકા પોલીસની ત્વરિત કાર્યવાહી: ગેસના બાટલાની ચોરી કરનાર શખ્સ મુદ્દામાલ સાથે ઝડપાયો
મોરબી તાલુકા વિસ્તારમાં ગેસના બાટલાની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી મોરબી તાલુકા પોલીસે વધુ એક સફળ કામગીરી હાથ ધરી છે. નોંધાયેલા વણશોધાયેલા ગુનાની તપાસ માટે પોલીસ ઇન્સપેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે મળેલી માહિતીના આધારે પોલીસે ચિરાગ પ્રતાપસિંહ પરમાર (ઉ.વ. 24), હાલ જેલરોડ-લીલાપર રોડ સ્થિત સાત હનુમાન સોસાયટી, મોરબી (મૂળ વતન વડાળા, ગીર સોમનાથ)ને રબી ભડીયાદ ગામની સીમમાં આવેલી મિલેનિયમ સિરામિક ટાઇલ્સ ફેક્ટરી પાછળના વિસ્તારમાંથી ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર કેસની વધુ તપાસ પો.સ.ઇ. એચ.એસ. તિવારી ચલાવી રહ્યા છે.