HomeMorbiટંકારાના ઘુનડા તળાવમાં થયેલ કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો, રૂ. 82,600ના મુદ્દામાલ સાથે...
ટંકારાના ઘુનડા તળાવમાં થયેલ કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો, રૂ. 82,600ના મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો
ટંકારા તાલુકાના ઘુનડા ગામની સીમમાં આવેલા તળાવમાંથી થયેલી કોપર કેબલ ચોરીનો ભેદ આખરે પોલીસેઉકેલી નાખ્યો છે. મોરબી એલસીબી, સર્વેલન્સ સ્ક્વોડ અને ટંકારા પોલીસની સંયુક્ત કામગીરીમાં એક આરોપીને રૂ. 82,600ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ સ્ટેશન તથા એલ.સી.બી./પેરોલ સ્ટાફના તથા ટંકારા પોલિસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આ વણશોધાયેલ ગુનો શોધીકાઢવા અંગેની કામગીરી કરવા મોરબી જિલ્લા વિસ્તારમાં કાર્યરત હોય તે દરમ્યાન તાબાના સ્ટાફને ખાનગી રહે હ્યુમન સોર્સીષથી બાતમી મળેલ કે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ કે ઘુનડા (સ) ગામની સીમમા આવેલ ઢબુકીયુ તરીકે ઓળખાતા તળાવમાં રહેલ મોટરના કોપર વાયર આશરે ૧૫૦ ફુટ જેનો આશરે વજન ૨૦ કિગ્રા. કિં.રૂ.૬૦૦૦/- કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ જતા ગુનો રજીસ્ટર થયેલ હોય આ ગુનો વણશોધાયેલ હોય જે ગુનો આચરનાર આરોપી મહાવીરભાઇ મનોજભાઇ રાઠોડ મોરબી-૨ મહેન્દ્રસિંહજી હોસ્પીટલની સામે આઠ ઓરડીમાં તા.જી.મોરબીવાળો ઇસમ મુદામાલ સાથે મળી આવતા કિંમત રૂપિયા ૮૨,૬૦૦નો મુદામાલ કબજે કરેલ છે તથા અન્ય ત્રણ શખ્સો વિપુલ આનંદભાઇ આમરોણીયા રહે.રાજકોટ તથા ડાડા નામની વ્યક્તિ રહે. રાજકોટ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર વિરુદ્ધ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે તેમજ પકડાયેલ આરોપીને આગળની કાર્યવાહી અર્થે ટંકારા પો.સ્ટે.ખાતે સોપી આપેલ છે.