HomeMorbiઓટાળાની સીમમાં પાણી ભરેલો ખાડો બન્યો જીવલેણ; 45 વર્ષીય પ્રૌઢનું ડૂબી જતાં...
ઓટાળાની સીમમાં પાણી ભરેલો ખાડો બન્યો જીવલેણ; 45 વર્ષીય પ્રૌઢનું ડૂબી જતાં મોત
ટંકારા તાલુકાના ઓટાળા ગામની સીમમાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાની દુઃખદ ઘટનામાં એક 45 વર્ષીય પ્રૌઢનું મોત નીપજ્યું છે. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે. ટંકારા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ ઓટાળા ગામની સીમમાં નેસડા જવાના કાચા માર્ગ પર આવેલા બાર નાળાની નજીક પાણી ભરાયેલા ખાડામાં નેસડા (સુરજ) ગામના ગીરીશભાઈ ઉર્ફે ગીલો રામજીભાઈ કાસુન્દ્રા કોઈ કારણસર ડૂબી ગયા હતા. પાણીમાં શ્વાસ રૂંધાઈ જતાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પોલીસે પ્રાથમિક કાર્યવાહી પૂર્ણ કરી ઘટનાના તમામ પાસાઓની તપાસ હાથ ધરી છે.