HomeMorbiમોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની...

મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક યોજાશે

મોરબી જિલ્લાના વહીવટી કાર્યમાં વેગ લાવવા અને લોકપ્રશ્નોના ત્વરિત નિરાકરણ લાવવાના હેતુથી આગામી તા. ૧૭ જુલાઈ, ૨૦૨૬ ના રોજ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક યોજાશે. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળનારી આ બેઠકમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ પર જરૂરી સમીક્ષા હાથ ધરવામાં આવશે.

આ બેઠકમાં સાંસદઓ અને ધારાસભ્યઓ સહિત પદધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા લોકપ્રશ્નો અને તેના ઉકેલ માટે થયેલી કાર્યવાહીની ચર્ચા-વિચારણા કરાશે તથા જિલ્લાના વિકાસલક્ષી કામોની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરશે.

RELATED ARTICLES

Most Popular