HomeMorbiડિગ્રી વગર દવાખાનું ધમધમાવતો 'બોગસ ડોક્ટર' પોલીસ જાળમાં, વાંકાનેરમાં આરોગ્ય સાથે ચેડાંનો...
ડિગ્રી વગર દવાખાનું ધમધમાવતો ‘બોગસ ડોક્ટર’ પોલીસ જાળમાં, વાંકાનેરમાં આરોગ્ય સાથે ચેડાંનો પર્દાફાશ
વાંકાનેર; ૧૧૨ જનરક્ષક કંટ્રોલ રૂમમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર સાથે સંયુક્ત કાર્યવાહી કરી ગુલશનપાર્ક સોસાયટીમાંથી ડિગ્રી વગર સારવાર કરતો બોગસ ડોક્ટર ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી દવાઓ સહિત રૂ. 3,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકનેરની ગુલશનપાર્ક સોસાયટીમાં એક ઇસમ કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યો હોવાની બાતમી ૧૧૨ જનરક્ષક કંટ્રોલ રૂમ દ્વારા મળી હતી. આ બાતમીના આધારે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરનેસાથે રાખી સાંજના સમયે ગુલશનપાર્ક સોસાયટીમાં આવેલા મકાનમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન દવાખાનામાંથી ડો. જે.કે. પઠાણ તરીકે ઓળખાતો અને ડિગ્રી વગર જ હરસ, મસા, ભગંદર તેમજ ફિશરની આયુર્વેદિક તથા એલોપેથિક સારવાર, દવાઓ અને ઇન્જેક્શન આપતો ઇસમ જાકિરખાન બસીરખાન પઠાણને રૂ.૩૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમા ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.