HomeMorbiમાળિયામાં જૂની અદાવતનો લોહિયાળ અંત! બાઈકને કારથી ટક્કર મારી, બાદમાં ફાયરિંગ કરતાં...

માળિયામાં જૂની અદાવતનો લોહિયાળ અંત! બાઈકને કારથી ટક્કર મારી, બાદમાં ફાયરિંગ કરતાં બે ગંભીર ઘાયલ

માળિયા મિયાણાના જખરીયા વાંઢ વિસ્તારમાં જૂની અદાવતના કારણે હિંસક હુમલો થયો હોવાનો આરોપ છે. ફરિયાદ મુજબ કારથી બાઈકને ટક્કર માર્યા બાદ ધોકાથી હુમલો કરવામાં આવ્યો અને ભાગી રહેલા યુવક પર બંધુક જેવા હથિયારથી ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે ચાર આરોપીઓ સામે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ માળિયા મિયાણાના જખરીયા વાંઢ વિસ્તારમાં રહેતા અને મજુરી કામ કરતા ૩૦ વર્ષીય ઈદ્રીશભાઈ જાકમભાઈ માલાણીએ આરોપી દિનમામદ જુનુસ જેડા, ગુલામ જુનુસ જેડા, જાવેદ અમરૂદિન જેડા, જાકીર આમદ જેડા રહે. બધા જખરીયા વાંઢ વિસ્તાર માળિયા મીયાણાવાળા વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આરોપીઓ સાથે અંગાઉ સાથી ઇમરાનને બોલાચાલી થયેલ હોય જેનુ મનદુખ રાખી આરોપીઓએ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા સફેદ કલરની સ્વીફટ ગાડીમાં આવી ફરીયાદી તથા સાથી ઇમરાનના મોટર સાયકલ નંબર GJ – 36-AM-4720 વાળાને પાછળથી મારી નાખવાના ઇરાદે ટકકર મારી પાડી દઈ તેમજ આરોપી જાવેદ અમરૂદીન જેડા તથા જાકીર આમદ જેડાએ ધોકાથી ફરીયાદીને જમણા પગમાં ઢીચણથી નિચે ઘા મારી ઇજા કરી તેમજ સાથી ઈમરાનને શરીરે ધોકાના ઘા મારી તેમજ ઈમરાન ભાગતા તેના ઉપર આરોપીઓ દિનમામદ જુનુસ જેડા તથા ગુલામ જુનુસ જેડા બંધુક જેવા હથીયારથી મારી નાખવાને ઇરાદે ફાયરીંગ કરી બંન્ને પગમાં ગંભીર ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular