HomeMorbiસતાપર ગામે જુગારની મહેફિલ પર પોલીસની રેડ: 8 ઇસમો રંગેહાથ ઝડપાયા

સતાપર ગામે જુગારની મહેફિલ પર પોલીસની રેડ: 8 ઇસમો રંગેહાથ ઝડપાયા

વાંકાનેર તાલુકાના સતાપર ગામે જાહેર માર્ગ પાસે ચાલતી જુગારની મહેફિલ પર પોલીસએ દરોડો પાડી આઠ ઇસમોને ઝડપી લીધા છે. રોકડ સહિત રૂ. 30,800નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેન સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન સતાપર ગામની આથમણી કરારનામની સીમ હેમાભાઇ કાળાભાઈની વાડી પાસે માર્ગમાં જાહેરમાંથી ગંજીપતાના પાના તથા પૈસા વતી જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કરી કુલ રોકડ રૂ.૩૦,૮૦૦/- ના મુદ્દામાલ સાથે આઠ ઇસમો છનાભાઇ જેમાભાઈ ડાભી રહે. સતાપર ગામ તા. વાંકાનેર, સુરેશભાઇ નાગજીભાઇ ગણાદીયા રહે. સતાપર ગામ તા.વાંકાનેર, નવધણભાઇ ઉર્ફે ગોવિંદ ગોરધનભાઈ ગાણાદીયા રહે. સતાપર ગામ તા.વાંકાનેર, હિતેશભાઇ જીવરાજભાઈ ધાડવી રહે વિનયગઢ તા.વાંકાનેર, હેમાભાઇ કાળાભાઇ ધરજીયા રહે. સતાપર તા.વાંકાનેર, હકાભાઇ કેશભાઇ ગણાદીયા રહે. સતાપર તા.વાંકાનેર, વેરશીભાઇ તેજાભાઇ મકવાણા રહે.વિનયગઢ તા.વાંકાનેર, નવઘણભાઇ ચોથાભાઈ રાઠોડ રહે,વિનયગઢ તા.વાંકાનેરવાળાને પકડી પાડી ઇસમો વિરુધ્ધ જુગારધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે આમ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમને જુગારધારા મુજબનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

RELATED ARTICLES

Most Popular