HomeMorbiત્રણ વર્ષથી પોલીસને ચકમો આપતો ફેટલ કેસનો આરોપી આખરે ઝડપાયો; મોરબી SOGને...

ત્રણ વર્ષથી પોલીસને ચકમો આપતો ફેટલ કેસનો આરોપી આખરે ઝડપાયો; મોરબી SOGને મોટી સફળતા

મોરબી જિલ્લામાં ગંભીર ગુનાના આરોપીઓ સામે પોલીસનું સર્ચ ઓપરેશન સતત ચાલુ છે. તે દરમિયાન મોરબી SOG સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે ફેટલ ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર રહેલો આરોપી ઝડપાયો છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફેટલ ગુનામાં વોન્ટેડ આરોપી અનિલભાઈ મુળજીભાઈ પરમાર (રહે. ગોંધીખેડા ચારણ, તા. સરદારપુર, જી. ધાર, મધ્યપ્રદેશ) હાલ ચીભડા ગામ, તા. લોધીકા ખાતે હોવાની બાતમી મળતા SOGની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી તેને ઝડપી પાડ્યો હતો.

પકડાયેલા આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ કામગીરીને મોરબી SOGની મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Most Popular