HomeMorbiમોરબીમાં સાયબર ઠગોનો આતંક: નાલંદા સ્કૂલનું વ્હોટ્સએપ ગ્રુપ હેક, રૂ. 10 લાખની...
મોરબીમાં સાયબર ઠગોનો આતંક: નાલંદા સ્કૂલનું વ્હોટ્સએપ ગ્રુપ હેક, રૂ. 10 લાખની ખંડણીની ધમકી
મોરબીમાં સાયબર ગુનેગારોએ નાલંદા વિદ્યાલયનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરી ઓટીપી મેળવી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ કબજે કર્યા બાદ બ્લેકમેઈલિંગ શરૂ કર્યું. એટલું જ નહીં, રૂ. 10 લાખની ખંડણી માંગીને જાનથી મારી નાખવાની ધમકી આપતા સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મૂળ મોરબીના નવા સાદુળકા ગામના વતની અને હાલ મોરબીના ઘુનડા રોડ પર રહેતા અને વેપાર કરતાં ભાવેશભાઈ હર્ષદભાઈ પાંચોટીયા ૩૪ વર્ષીયએ આરોપી અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ નાંલદા વિદ્યાલય સ્કૂલનું વ્હોટસઅપ ગ્રુપ હેક કરી ફરીયાદીના પત્ની શિલ્પાબેનને ફોન કરી તેઓને નાલંદા વિદ્યાલયના સંચાલક કાર્તિક પાંચોટીયા તરીકેની ઓળખ આપી તેઓની પાસેથી ઓ.ટી.પી. નંબર મેળવી લઇ શિલ્પાબેનના વ્હોટસઅપ, ફેસબુક તથા ઇન્ટાગ્રામ હેક કરી તેઓની સાથે જોડાયેલ વ્યકિત સાથીઓને મેસેજ કરી ઇમોશનલ બ્લેક મેઇલ કરી રૂ. ૩૦,૦૦૦/- કઢાવી લઇ વિશાલ લક્ષ્મણભાઇ ભોરણીયાના મોબાઇલ ફોન ઉપર રાત્રીના સમયે ફોન કરી રૂ. ૧૦ લાખની ખંડણી માંગી અને જો રૂ. ૧૦ લાખ ન આપે તો ભડાકા કરી જાનથી માશી નાખવાની ધમકી આપી અન્ય સ્કૂલ, ટયુશન, બ્યુટીપાર્લર સચાલકોના વ્હોટસઅપ ગ્રુપ હેક કરી મેસેજ કરી ઓ.ટી.પી.માંગી તથા સ્કૂલ ફીનાના નામે નાણા પડાવવાની કોશિષ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.