HomeMorbiમોરબીના જોધપર (નદી)માં દસ મિનિટમાં બાઈકની ચોરી, ખેડૂતની નજર સામે જ ચોર...

મોરબીના જોધપર (નદી)માં દસ મિનિટમાં બાઈકની ચોરી, ખેડૂતની નજર સામે જ ચોર ફરાર

મોરબી તાલુકાના જોધપર (નદી) ગામે વાડી પાસે પાર્ક કરાયેલ બાઈક અજાણ્યો શખ્સ પળવારમાં ચોરી કરી ફરાર થઈ ગયો. ખેડૂતે બૂમો પાડી છતાં ચોર હાથ લાગ્યો ન હતો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના જોધપર (નદી) ગામે રહેતા અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા ૪૮ વર્ષીય વાસુદેવભાઇ બચુભાઈ રાજપરાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીનુ હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ રજી. નંબર: GJ-03-DE-3869 કિંમત રૂપિયા 15000 વાળુ લઇને ગામની સીમમાં રફાળેશ્વર રોડ ઉપર આવેલ પોતાની વાડીએ ગયા હતા. બાઇક વાડી પાસે પાર્ક કરીને તેઓ અંદર કામ કરવા ગયા, ત્યારે દશેક મિનિટમાં જ બાઇક ચાલુ થવાનો અવાજ આવ્યો હતો. તેઓ તાત્કાલિક બહાર દોડી આવ્યા ત્યારે એક અજાણ્યો લાલ શર્ટવાળો માણસ તેમનું બાઇક ચોરીને ભાગી રહ્યો હતો. બૂમ પાડવા છતાં ચોર ઊભો રહ્યો ન હતો અને બાઇક ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular