HomeMorbiમોરબીમાં જૂની અદાવતમાં પિતા-પુત્રે યુવક પર કર્યો જીવલેણ હુમલો, માથામાં ઈંટ મારી...
મોરબીમાં જૂની અદાવતમાં પિતા-પુત્રે યુવક પર કર્યો જીવલેણ હુમલો, માથામાં ઈંટ મારી ધમકી આપી
મોરબીના વેજીટેબલ રોડ વિસ્તારમાં જૂની બોલાચાલીનો ખાર રાખી પિતા-પુત્રે એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પટ્ટાના બકલ અને ઈંટના કટકાથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ વેજીટેબલ રોડ પર આવેલ ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં રહેતા અને વેલ્ડીંગ કામ કરતા 25 વર્ષીય જગદીશભાઈ ધિરૂભાઈ રેણુકાએ તે જ વિસ્તારમાં રહેતા આરોપી દિલિપ બાવાજી તથા રાજુ દિલિપભાઈ બાવાજી વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા આરોપી દિલિપને અગાઉ બોલાચાલી ઝગડૉ થયેલ હોય જેથી ફરીયાદી આરોપીને બોલાવતા ન હોય જે બાબતનો આરોપી દિલિપએ ખાર રાખી જાહેરમાં ભુંડી ગાળો બોલતા ફરીયાદિએ ગાળો આપવાની ના પાડતા આરોપી દિલિપએ ગાડી ના પટ્ટા ટાઈટ કરવાના બકલ વડે ફરીયાદીના બંને પગના ભાગે ઢીંચણ પાસે પટ્ટા મારી તેમજ ડાબા હાથમાં કોણી પાસે તેમજ મોઢાના હોઠના ભાગે પટ્ટા મારી ઈજા કરી તેમજ આરોપી રાજુએ ઇટના કટકા વડે ફરીયાદિને માથાના ભાગે ઈજા કરી બન્ને આરોપીઓએ ફરીયાદિને શરીરે મુઢ માર મારી ઈજા કરી જાનથી પતાવી દેવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.