HomeMorbiભાઈ-ભાભીના ઝઘડામાં વચ્ચે પડવું પડ્યું ભારે: મોરબીમાં યુવક પર છરી અને ધોકાથી...
ભાઈ-ભાભીના ઝઘડામાં વચ્ચે પડવું પડ્યું ભારે: મોરબીમાં યુવક પર છરી અને ધોકાથી હુમલો, બે સામે ગુનો
મોરબીના માળિયા વનાળીયા વિસ્તારમાં ભાઈ-ભાભી સાથે ચાલતા ઝઘડામાં વચ્ચે પડી સમજાવવાનો પ્રયાસ કરનાર યુવક પર પાડોશી બે ભાઈઓએ છરી અને લાકડાના ધોકાથી હુમલો કર્યો હોવાનો આરોપ છે. ઘટનાને પગલે પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ માળિયા વનાળીયા વિસ્તારમાં રહેતા અને ભંગારનો વ્યવસાય કરતા ૨૮ વર્ષીય કમલેશ ઉર્ફે નિલેશભાઈ હરીભાઈ બાંભણવાએ આરોપી પંકજભાઈ પાલાભાઈ બારોટ તથા દિનેશભાઇ પાલાભાઈ બારોટ રહે. માળીયા વનાળીયા સોસાયટી તા.જી. મોરબીવાળા વિરૂદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આરોપીઓ ફરીયાદિના ભાભી સાથે બોલા ચાલી કરતા હોય જેથી ફરીયાદિએ આરોપીઓને બોલા ચાલી ન કરવા નુ કહેતા બન્ને આરોપીઓ ઉશકેરાઈ જઈ ફરીયાદિને જેમફાવે તેમ ગાળો આપી આરોપી દિનેશભાઇએ ફરીયાદિને પાછળથી પકડી આરોપી પંકજભાઈએ છરી કાઢતા ફરીયાદી છરી પકડવા જતા ઝપા-ઝપી થતા આરોપી દિનેશભાઇએ ફરીયાદિને છાતીના ભાગે ડાબા ખંભા પાસે તથા ડાબા હાથમાં કાંડાથી કોણી વચ્ચે છરી વડે છરકા કરી સામાન્ય ઈજા કરી બાદ આરોપી પંકજભાઈનાએ ફરીયાદિને લાકડાના ધોકાથી જમણા પગમાં મુઢ ઇજા પહોંચાડી ફરીયાદિને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.