HomeMorbiમોડપરમાં જૂની અદાવતનો વિસ્ફોટ: યુવક પર હુમલો, મહિલાઓ સાથે ઝપાઝપી બાદ જાનથી...

મોડપરમાં જૂની અદાવતનો વિસ્ફોટ: યુવક પર હુમલો, મહિલાઓ સાથે ઝપાઝપી બાદ જાનથી મારી નાખવાની ધમકી

મોરબી તાલુકાના મોડપર ગામે અગાઉની બોલાચાલીનો ખાર રાખી એક શખ્સે ઘરમાં ઘૂસી યુવક પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ થયો છે. મહિલાઓ સાથે પણ ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી જીલ્લાના મોડપર ગામે દેવીપૂજક વાસમાં રહેતા કાજલબેન અક્ષયભાઈ સોલંકીએ આરોપી ઓમદેવસિંહ મહીપતસિંહ જાડેજા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીને ફરીયાદિના પતિ સાથે આજથી આશરે એકાદ માસ પહેલા ફોનમા બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી ફરીયાજિના પતિને ફોન કરી પીપળીયા ચાર રસ્તા બોલાવતા ફરીયાદિના પતિ પીપળીયા ચાર રસ્તા ખાતે ન જતા આરોપી ફરીયાદિના ઘર પાસે આવી ભૂંડા બોલી ગાળો આપી ફરીયાદિના પતિને બે-ત્રણ લાફા મારી મુંઢ ઈજાઓ પહોંચાડી સાથી આશાબેનનુ બાવડુ પકડી ધકો મારી પાડી દઈ પીપળીયા માતાજીએ આવશો તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular