HomeMorbiમોરબીમાં પાણીના વિવાદે લીધો હિંસક વળાંક, એપાર્ટમેન્ટની મીટિંગ બાદ આધેડ પર ધારીયા-ધોકાથી...

મોરબીમાં પાણીના વિવાદે લીધો હિંસક વળાંક, એપાર્ટમેન્ટની મીટિંગ બાદ આધેડ પર ધારીયા-ધોકાથી જીવલેણ હુમલો

મોરબીના રવાપર-ઘુનડા રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં પાણીના પ્રશ્ને થયેલી બોલાચાલી બાદ પિતા-પુત્રએ આધેડ પર ધારીયા અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હોવાનો આરોપ છે. ગંભીર ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રવાપર-ઘુનડા રોડ રવાપર રેસીડેન્સી સામે ધર્મ ભક્તિ સોસાયટી રામ પ્રસાદ એપાર્ટમેન્ટ ત્રીજા માળે મંકાન -નં-૩૦૨ રહેતા અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા ૫૭ વર્ષીય રમેશભાઈ ત્રિકમજીભાઈ શેરશીયાએ તેજ એપાર્ટમેન્ટમાં રહેતા આરોપી સંજયભાઈ મોતિભાઈ રાજપરા તથા મોતિભાઈ રાજપરા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આરોપી સંજયભાઈના ઘરે પાણી આવતુ ન હોઇ જેથી ફરીયાદીએ પાણી આવશે ત્યારે બધાના ઘરે આવશે તેમ કહેતા આરોપી સંજયભાઈને સારૂ નહી લાગતા ફરીયાદીને આરોપી સંજયભાઈ સાથે એપાર્ટમેન્ટના ગ્રાઉડ ફલોરમાં ઝગડો બોલાચાલી થતા તેનો ખાર રાખી આરોપીએ રાત્રીના એપાર્ટમેન્ટની બહાર શેરીમાં ફરીયા દીને લાકડાના ધોકા વડે ત્રણ ઘા માથામાં તેમજ આરોપી મોતિભાઈએ ધારીયા જેવા અણીદાર હથીયાર વડે ફરીયાદિને એક ઘા ડાબા હાથમાં તથા એક ઘા પેટના ભાગે મારી ફરીયાદીને ડાબા હાથમાં ફેકચર જેવી તેમજ પેટના ભાગે ગંભીર ઇજા કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular